BBC TOP NEWS: અમિત શાહને 'ખૂનના આરોપી' કહેવા બદલ રાહુલ ગાંધીને સમન્સ

રાહુલ ગાંધી
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભાજપ અધ્યક્ષ અમિત શાહને ભાષણમાં 'ખૂનના આરોપી' કહેવા બદલ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે અમદાવાદની મેટ્રોપોલિટન અદાલતે સમન્સ કાઢ્યું છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ભાજપના કૉર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે આ મામલે રાહુલ ગાંધી પર માનહાનિનો દાવો કર્યો હતો.

અદાલતે રાહુલ ગાંધીને 9 જુલાઈએ હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

પિટિશનમાં બ્રહ્મભટ્ટે લખ્યું છે કે 23 એપ્રિલે જબલપુરમાં ભાષણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'મોતના આરોપી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વાહ, શું શાન છે.'

અમિત શાહ અગાઉ ફેક ઍન્કાઉન્ટર કેસમાં આરોપી હતા પણ બાદમાં તેઓ નિર્દોષ જાહેર થયા હતા.

line

ચીફ જસ્ટિસ જાતીય સતામણીના કેસમાં પૅનલ સમક્ષ હાજર રહ્યા

રંજન ગોગોઈ

ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ વિરુદ્ધ જાતીય શોષણનો આરોપ લગાવનાર સુપ્રીમ કોર્ટના પૂર્વ કર્મચારીએ તપાસ સમિતિ સામે હાજર રહેવાનો ઇનકાર કર્યાના એક દિવસ બાદ ગોગોઈ સમિતિ સમક્ષ હાજર રહ્યા હતા.

સમિતિએ ફરિયાદી મહિલાની ગેરહાજરીમાં સુનાવણી કરવાની ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.

'ધ હિંદુ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે મુખ્ય ન્યાયાધીશ ગોગોઈને મંગળવારે પત્ર આપીને હાજર રહેવાની વિનંતી કરી હતી.

અહેવાલમાં સૂત્રોના હવાલાથી લખ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ સમિતિ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટના સૅક્રેટરી જનરલને રિપોર્ટ સુપરત કરશે.

line

6 સપ્ટેમ્બરે ચંદ્ર પહોંચી શકે છે ભારતનું ચંદ્રયાન-2

ચંદ્રની સપાટી

ઇસરોએ બુધવારે કહ્યું હતું કે ભારતે બીજા ચંદ્ર મિશન 'ચંદ્રયાન-2'ને લૉન્ચ કરવાની યોજના બનાવી છે.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પ્રમાણે એમના પ્રમાણે 9 જુલાઈથી 16 જુલાઈ દરમિયાનમાં ચંદ્રયાન-2 લૉન્ચ થઈ શકે છે.

સૂત્રોનું કહેવું છે કે આ પ્રોજેક્ટનું હજી ઘણું કામ બાકી છે.

ઇસરોએ એક નિવેદનમાં કહ્યું, "ચંદ્રયાન-2ના લૉન્ચ માટે મૉડ્યુલ તૈયાર થઈ રહ્યા છે અને 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર પહોંચી શકીશું એવો અંદાજ છે."

ભારતનું બીજા ચંદ્ર મિશન પહેલાં એપ્રિલ મહિનામાં લૉન્ચ થવાનું હતું.

line

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર 25 કિલોમિટર લાંબો ટ્રાફિકજામ

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદ અને વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનરમાં આગ લગાતા કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે એક્સપ્રેસ હાઈવે પર બુધવારે સાંજે આશરે 5 વાગ્યે આણંદ પાસે ઑઇલ-પેઇન્ટ લઈ જઈ રહેલા કન્ટેનરમાં આગ લાગી હતી.

ચીફ ફાયર ઓફિસરના હવાલાથી નોંધ્યું છે કે બે વાહનો વચ્ચે અકસ્માત બાદ આગ ફાટી નીકળી હોય એવું શક્ય છે.

ઉલ્લેખનીય છે કે એક્સપ્રેસ હાઈવે પર આગના કારણે 25 કિલોમિટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

આગની ઘટનાને મેજર કૉલ જાહેર કરીને કાબૂમાં લેવા માટે 6 અગ્નિશામક દળના બંબા ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

line

યૂએસમાં અડધા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભારત-ચીનથી

વિદ્યાર્થી

યૂએસમાં અભ્યાસ કરતા અડધા એટલે કે 5.8 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભારત અથવા ચીનના નાગરિક છે.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પ્રમાણે માર્ચ 2019ના આંકડા પ્રમાણે યૂએસમાં અનુસ્નાતક કોર્સમાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની બહુમતી છે.

ભારત અને ચીનના 5.8 લાખ વિદ્યાર્થીઓ યૂએસમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તરીકે અભ્યાસ કરી રહ્યા છે.

યૂએસના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

ભારતના આશરે 2 લાખથી વધારે વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો