GSEB HSC Result 2019 : ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમમાં વધારે સારુ પરિણામ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે.
વિજ્ઞાન પ્રવાહનું કુલ 71.90 ટકા પરિણામ જાહેર થયું છે.
139 કેન્દ્રો અને પેટા કેન્દ્રો પર લેવામાં આવેલી પરીક્ષામાં વર્ષ 2018-19ના નિયમિત વિદ્યાર્થીઓમાંથી આ વર્ષે કુલ 1,23,860 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 89,060 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
વિજ્ઞાન પ્રવાહમાં છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ વધુ આવ્યું છે.
નિયમિત વિદ્યાર્થીઓ 71.83 ટકા અને નિયમિત વિદ્યાર્થિનીઓ 72.01 ટકા પાસ થયાં છે.
માર્ચ-2019માં લેવાયેલી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ધ્રોલ કેન્દ્ર 91.60 ટકા સાથે સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર છે. જ્યારે સૌથી ઓછું પરિણામ બોડેલી કેન્દ્રનું 27.19 ટકા છે.
જિલ્લાવાર પરિણામ જોઈએ તો રાજકોટ જિલ્લો 84.47 ટકા સાથે પ્રથમ સ્થાને અને છોટા ઉદેપુર જિલ્લો 29.81 ટકા સાથે છેલ્લા સ્થાને છે.
વર્ષ 2018માં લેવાયેલી પરીક્ષામાં પણ રાજકોટ જિલ્લો પ્રથમ સ્થાને હતો જ્યારે છોટા ઉદેપુર જિલ્લામાં સૌથી ઓછું પરિણામ આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વર્ષે લેવાયેલી પરીક્ષામાં કુલ 35 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે 2018માં કુલ 42 શાળાઓ 100 ટકા પરિણામ લાવવામાં સફળ રહી હતી. જેથી આ વર્ષે 100 ટકા પરિણામ લાવનારી શાળાઓની સંખ્યામાં ઘટાડો થયો છે.


10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images
10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષે કુલ 49 શાળાઓમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. જ્યારે 2018માં આવી શાળાઓની સંખ્યા 26 હતી.
વિજ્ઞાનના પ્રવાહનાં ત્રણ ગ્રૂપની વાત કરીએ તો A ગ્રૂપના વિદ્યાર્થીઓનું પરિણામ 78.92 ટકા, B ગ્રૂપના વિદ્યાર્થીઓનું પરિણામ 67.26 ટકા અને AB ગ્રૂપના વિદ્યાર્થીઓનું પરિણામ 64.29 ટકા પરિણામ આવ્યું છે.
માર્ચ 2019માં લેવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિના 365 કેસ નોંધાયા હતા. જ્યારે 2018માં લેવામાં આવેલી પરીક્ષામાં આવા કેસની સંખ્યા 120 હતી.
માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ કરતાં અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીનું પરિણામ વધારે આવ્યું છે.
ગુજરાતી માધ્યમમાં કુલ 71.09 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે અંગ્રેજી માધ્યમના 75.13 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વર્ષ 2018માં આ ટકાવારી અનુક્રમે 72.45 ટકા અને 75.58 ટકા હતી.
ગુજરાતી માધ્યમમાં કુલ 94,057 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે અંગ્રેજી માધ્યમમાં 27,868 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આ ઉપરાંત હિંદી માધ્યમનું 65.13 ટકા પરિણામ આવ્યું છે જેમાં કુલ 1,732 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
મરાઠી માધ્યમમાં પરીક્ષા આપનારા કુલ 140 વિધાર્થીઓ હતા જેનું કુલ 58.57 ટકા પરિણામ આવ્યું છે.
ઉર્દૂમાં પરીક્ષા આપનારા 63 વિદ્યાર્થીઓ હતા જેનું કુલ 71.43 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























