મસ્જિદોમાં અપાતા ઉપદેશની કૉપી સરકારને આપવી પડશે, શ્રીલંકન સરકારનો આદેશ

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકાની સરકારે ઘોષણા કરી છે કે દેશની તમામ મસ્જિદોમાં જે ઉપદેશ સંભળાવવામાં આવતો હોય છે તેની એક નકલ તેમણે સરકારમાં જમા કરાવવી પડશે.
તાજેતરમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ પછી હાલ શ્રીલંકામાં કટોકટી લાદવામાં આવેલી છે અને સરકારનું કહેવું છે કે આ આદેશનો હેતુ શ્રીલંકામાં ફેલાયેલા ઇસ્લામિક કટ્ટરવાદને ખતમ કરવાનો છે.
મુસ્લિમ અને ધર્મ અને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયનું કહેવું છે કે મસ્જિદોનો ઉપયોગ ધાર્મિક કટ્ટરતા ફેલાવવા માટે ન થવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે ત્રણ અઠવાડિયા અગાઉ ઇસ્ટરને દિવસે શ્રીલંકામાં શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટમાં 250થી વધારે લોકોનાં મૃત્યુ થયા હતા.
આ વિસ્ફોટોની જવાબદારી કથિત ઇસ્લામિક સ્ટેટએ લીધી હતી.
શ્રીલંકામા હાલ કટોકટી લાગુ કરવામાં આવેલી છે. જોકે, શ્રીલંકાની સેનાના વડા લૅફ્ટનૅન્ટ જનરલ મહેશ સેનાનાયકેએ કહ્યું છે કે લોકો હવે એમનું સામાન્ય જીવન શરૂ કરી શકે છે.
એમણે કહ્યું કે શ્રીલંકાની સ્થિતિ બાબતે હવે વધારે ફિકર કરવાની જરૂર નથી. સ્થિતિ હવે કાબુમાં છે. અમે અનેક લોકોની ધરપકડ કરી છે. અમને હવે જાણ છે કે તેઓ કેટલા શકિતશાળી છે અને તેમની પાસે કેવા હથિયાર છે.

રાહુલ ગાંધીએ 1984 શીખ રમખાણો ગણાવ્યા ભયંકર, પિત્રોડાએ માફી માગી

ઇમેજ સ્રોત, TWITTER/ RAHUL GANDHI
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સલાહકાર સૅમ પિત્રોડાના 1984ના નિવેદન પર વિવાદ થતાં કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે હું માનું છું કે 1984માં જે થયું તે ભયંકર ત્રાસદાયક હતું. સૅમ પિત્રોડાએ માફી માગવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધીએ કહ્યું કે આ તોફાનોના દોષિતોને સજા મળવી જોઈએ. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે આ મુદ્દે માફી માગી છે, મારા માતા સોનિયા ગાંધીએ પણ માફી માગી છે અને આ મુદ્દે અમારા વિચારો સ્પષ્ટ છે.
સૅમ પિત્રોડાએ આ પોતાના નિવેદન મામલે માફી માગી લીધી હતી. તેમણે કહ્યું કે એમની હિન્દી ખરાબ છે અને તેમનાં નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
એમણે કહ્યું કે તેઓ 'જે થયું તે ખરાબ થયું' એમ કહેવા માગતા હતા પરંતુ ખરાબ શબ્દનો અનુવાદ તેમને એ વખતે ન સૂઝ્યો.
ઉલ્લેખનીય છે કે સૅમ પિત્રોડાએ એક પત્રકારને એમ કહ્યું હતું કે '1984માં જે થયું તે થયું ગત પાંચ વર્ષમાં શું થયું એના પર વાત કરો.'
પિત્રાડાના આ નિવેદનને નરેન્દ્ર મોદી સહિત ભાજપે ઝડપી લીધું અને એને લઈને વિવાદ ઊભો થયો.

ટ્યૂનિશિયામાં હોડી ઊંઘી વળી, 65 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Reuters
ભૂમધ્ય સાગરમાં પ્રવાસીઓને લઈ જતી એક હોડી પલટી જવાથી 65 લોકોનાં મૃત્યુ થયા છે.
સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી સંસ્થાએ જણાવ્યા મુજબ આ હોડી ટ્યુનિશિયા નજીક દરિયામાં ડૂબી ગઈ હતી.
આ ઘટનામાં 16 લોકોનો બચાવ થઈ શક્યો છે એમ પણ તેમણે કહ્યું છે.
બચી ગયેલા લોકોએ કહ્યું કે આ હોડી લીબિયાથી નીકળી હતી અને યુરોપ જઈ રહી હતી પંરતુ દરિયાની તોફાની લહેરોનો શિકાર બની.
સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી સંસ્થાના આંકડાંઓ મુજબ આ વર્ષમાં અત્યાર સુધી લીબિયાથી યુરોપના દરિયાઈ રસ્તે 164 લોકો આ રીતે મર્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?


ચીફ જસ્ટિસ સામેની જાતીય સતામણીની તપાસ માટે પેનલ બનાવો - એજી

ઇમેજ સ્રોત, Getty Images
ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને પત્ર લખી એમની સામે થયેલી જાતીય સતામણીની ફરિયાદમાં નિવૃત જજોની પેનલ બનાવવાની માગ કરી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે કે વેણુગોપાલે આ પત્ર 22 એપ્રિલના રોજ લખ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે પૂર્વ સહાયકે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિએ ચીફ જસ્ટિસ સામેના આરોપોને ફગાવી દીધા છે.
જોકે, આંતરિક સમિતિ સમક્ષ પીડિત વ્યકિતએ હાજર રહેવાનો ઇન્કાર કર્યો હતો.

પેપ્સિકોએ ગુજરાતના ખેડૂતો સામેના તમામ કેસ પરત ખેંચ્યાં

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR
પેપ્સિકો કંપનીએ ગુજરાતમાં બટાકાના ખેડૂતો સામે કરેલા તમામ કેસો પરત ખેંચી લીધા છે તેમ ધ હિન્દુનો અહેવાલ જણાવે છે.
કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમદાવાદની અદાલતમાં દાખલ કરેલા મોડાસા અને ડીસાના તમામ કેસ પરત ખેંચી લીધા છે.
આ મામલે ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે પેપ્સિકોએ આ મુદ્દે ખેડૂતોની માફી માગવી જોઈએ.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























