બેનરજીના મીમને કારણે ધરપકડ થઈ હતી તે ભાજપ કન્વીનરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
ભાજપનાં યૂથ વિંગ કન્વીનર પ્રિયંકા શર્માએ મમતા બેનરજીના મીમ કેસમાં મુક્ત થયાં બાદ પત્રકાર પરિષદ યોજી હતી.
પ્રિયંકા શર્માએ મમતા બેનરજીની તસવીર શૅર કરવા બદલ માફી માગવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું મેં કંઈ એવું ખોટું કર્યું નથી કે મારે માફી માગવી જોઈએ અને એવું પણ કહ્યું તે તેઓ ફરી પણ આ તસવીર શૅર કરશે.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા શર્મા સામે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીની મૉર્ફ કરેલી તસવીર શૅર કરવા બદલ ફરિયાદ થઈ હતી.
અદાલતે એમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યાં હતાં અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એમને જામીન આપ્યા હતા.
પ્રિયંકા જણાવે છે, "જો મારી સામે કેસ થાય અને મારી ધરપકડ થાય તો પછી એ ફોટો શૅર કરનાર દરેકની ધરપકડ કરવી જોઈએ. હું ભાજપમાં છું એટલે મારી સામે કેસ કરવામાં આવ્યો."
પ્રિયંકાએ વધુમાં જણાવ્યું, "જો મારી મીમ બનાવવા બદલ ધરપકડ થઈ શકે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે ખોટું બોલવા પર મમતા બેનરજીની પણ ધરપકડ થવી જોઈએ."
આ વિવાદમાં ભાજપે કોલકાતામાં બંગાળ બચાવો-લોકશાહી બચાવોને નામે દેખાવો કર્યા હતા.

આપને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























