લોકસભા ચૂંટણી LIVE: આજે 59 બેઠકો પર મતદાન, મોદી સહિત અનેક વીઆઈપી સામેલ

ઇમેજ સ્રોત, Ani
સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન હાલ શરૂ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત સાત રાજ્ય તથા એક કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 59 બેઠક ઉપર મતદાન થશે.
પંજાબની 13, પશ્ચિમ બંગાળની નવ, મધ્યપ્રદેશ અને બિહારની આઠ-આઠ, હિમાચલ પ્રદેશની ચાર તથા ઝારખંડની ત્રણ અને ચંડીગઢ બેઠક ઉપર વોટિંગ થશે.
અંતિમ તબક્કામાં લગભગ 10 કરોડ મતદાતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ, હરદીપસિંઘ પુરી, શત્રુઘ્નસિંહા, રવિકિશન સહિત 909નું રાજકીય ભાવિ ઈવીએમમાં બંધ કરશે.
આ તબક્કામાં પશ્ચિમ બંગાળની ઉપર નજર રહેશે, જ્યાં કેન્દ્રીય ચૂંટણીપંચે હિંસાને પગલે 17મી સાંજના બદલે 19 કલાક અગાઉ તા. 16મી મેની રાત્રે 10 વાગ્યે બંધ કરી દેવાયો હતો.

કઈ-કઈ બેઠકો ઉપર મતદાન

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશ : ગોરખપુર, વારાણસી, મહારાજગંજ, કુશીનગર, દેવરિયા, બાંસગાંવ, ઘોસી, સલેમપુર, બલિયા, ગાઝીપુર, ચંદૌલી, મિર્ઝાપુર તથા રૉબર્ટ્સગંજ
બિહાર : પટણા સાહિબ, સાસારામ, નાલંદા, પાટલીપુત્ર, આરા, બક્સર, કારાકટ, જહાનાબાદ.
પશ્ચિમ બંગાળ : દક્ષિણ કોલકાતા, ઉત્તર કોલકાતા, ડમ ડમ, બારાસાત, બશીરહાટ, જયનગર, મથુરાપુર, ડાયમંડ હાર્બર, જાધવપુર
મધ્ય પ્રદેશ : ઇંદોર, દેવાસ, ઉજ્જૈન, મંદસૌર, ખરગૌન, ખંડવા, રતલામ તથા ધાર.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબ : અમૃતસર, ગુરૂદાસપુર, જલંધર, હોશિયારપુર, આનંદપુર સાહિબ, લુધિયાણા, ફતેહગઢ, ફરિદકોટ, ફિરોઝપુર, ભટિંડા, સંગરૂર, પટિયાલા, ખડૂર સાહિબ.
ઝારખંડ : દુમકા, રાજમહલ, ગોડ્ડા
હિમાચલ પ્રદેશ: શિમલા, હમીરપુર, મંડી, કાંગડા
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























