અનુચ્છેદ 370ની નાબૂદી પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ કરશે સુનાવણી, કેન્દ્ર સરકારને નોટિસ

કાશ્મીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

અનુચ્છેદ 370 રદ કરી જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ સુનાવણી કરશે.

આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને અન્યોને નોટિસ પાઠવી છે.

અનુચ્છેદ 370ની નાબૂદીને પડકારતી સુપ્રીમ કોર્ટમાં થયેલી તમામ પિટિશનની સુનાવણી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અલગઅલગ અરજીમાં સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 370ની નાબૂદીને પડકારવામાં આવી છે.

ઉપરાંત ઇન્ટરનેટ, ટેલિફોન, કૉમ્યુનિકેશન સેવાઓ સહિતના પ્રતિબંધોને પણ પડકારવામાં આવ્યા છે.

આ મુદ્દે થયેલી પિટિશનોની આજે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળ ત્રણ જજોની પીઠે સુનાવણી કરી હતી.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે આ એક મહત્ત્વપૂર્ણ કેસ છે અને હવે પાંચ જજોની બંધારણીય પીઠ તેની સુનાવણી કરશે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

line

સીતારામ યેચુરીને કાશ્મીર જવાની મંજૂરી

સીતારામ યેચૂરી

ચીફ જસ્ટિસે કહ્યું કે આ કેસમાં અદાલત ઉપર ખૂબ મોટી જવાબદારી છે.

ચીફ જસ્ટિસે એક પિટિશનકર્તા મોહમ્મદ અલીમ સૈયદને એમનાં માતાપિતાને મળવા અનંતનાગની મુલાકાત લેવાની પણ પરવાનગી આપી અને જમ્મુ-કાશ્મીર સરકારને રક્ષણ આપવાનો પણ આદેશ આપ્યો.

અન્ય એક પિટિશનકર્તા સીપીઆઈ (એમ) નેતા સીતારામ યેચૂરીને પણ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાની પરવાનગી આપવામાં આવી.

સીતારામ યેચુરીએ સુરક્ષાદળો દ્વારા ડિટેન કરાયેલા પાર્ટી લીડર મોહમ્મદ યુસૂફ તારીગામીને મળવાની પરવાનગી માગી હતી. અદાલતે એ પણ માન્ય રાખી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો નાગરિક દેશના કોઈ ભાગની મુલાકાત લેવા માગતા હોય તો તેમને એ આઝાદી મળવી જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો