RSSના મજૂર સંઘે નિર્મલા સીતારમણના પૅકેજની ટીકા કરી - TOP NEWS

ઇમેજ સ્રોત, GETTY IMAGES
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધિત સંગઠન ભારતીય મજૂર સંઘે શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરાયેલી જાહેરાતોની ટીકા કરી છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, સંગઠનનું કહેવું છે કે સરકાર એક તરફ ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે, જેનાથી નોકરીઓને નુકસાન થશે.
સંગઠનનું કહેવું છે કે મહામારીના સમયમાં સાર્વજનિક ક્ષેત્ર બહુ મોટી ભૂમિકા ભજવે છે. જ્યારે બજાર અને ખાનગી સંસ્થાઓ બંધ છે ત્યારે સાર્વજનિક ક્ષેત્રનું મહત્ત્વ વધી જાય છે.
ભારતીય મજૂર સંઘના મહાસચિવ બ્રિજેશ ઉપાધ્યાયે કહ્યું કે નાણામંત્રીની શનિવારની જાહેરાતથી નિરાશા થઈ છે.
તેઓએ કહ્યું, 'સરકાર ટ્રેડ યુનિયન, સામાજિક પ્રતિનિધિત્વ કરનારા સાથે વાતચીત કરવામાં અને સૂચનો લેવામાં અચકાઈ રહી છે. જે દર્શાવે છે કે સરકારને જ પોતાના વિચારો પર ભરોસો નથી,'
'જે નિંદનીય બાબત છે. મોટાં ભાગનાં ક્ષેત્રોમાં ભારતીય મજૂર સંઘ પહેલેથી કૉર્પોરેટકરણ અને ખાનગીકરણને લઈને આક્રોશમાં છે.'
કોરોના વાઇરસ અને લૉકડાઉનને લીધે હાલમાં વેપાર-ધંધા બંધ હોવાથી મજૂરોની સ્થિતિ કફોડી બની છે.

ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કરાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઈ શકશે. પરીક્ષાર્થીઓ સીટનંબર, નામ સહિતની વિગતો નાખીને પરિણામ મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે આ વખતે કોરોના વાઇરસ મહામારીને લીધે પરિણામની માર્કશીટ મેળવવામાં થોડો સમય પણ લાગી શકે છે.
તેમજ પરીક્ષા બાદ રિ-ચેકિંગ સહિતની પ્રક્રિયા બાબતેની જાણ બોર્ડ તરફથી બાદમાં કરાશે.

દિલ્હીમાં મેટ્રો શરૂ કરવાનું સૂચન

ઇમેજ સ્રોત, Getty Images
ત્રીજા લૉકડાઉનનો આજે છેલ્લો દિવસ છે અને વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે લૉકડાઉન-4 નવાં રંગરૂપ સાથે આવશે.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન મોદીને લૉકડાઉનમાં છૂટછૂાટ સંબંધી કેટલાંક સૂચનો મોકલ્યાં છે.
અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ પાસેથી સૂચનો મંગાવ્યાં હતાં.
દિલ્હી સરકારે કેન્દ્ર સરકારને સાર્વજનિક પરિવહન શરૂ કરવાનાં પણ સૂચનો આપ્યાં છે, જેમાં રિક્ષા, કેબ, બસ અને દિલ્હી મેટ્રોનો પણ સમાવેશ થાય છે.
દિલ્હી સરકારનું કહેવું છે કે ઝોન સિસ્ટમમાં ફેરફાર લાવવો જોઈએ, જેથી આખું દિલ્હી રેડ ઝોનમાં ન આવી જાય.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























