અમદાવાદ : ખાનગી કંપનીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડના 31 વાહનો જોતરાયાં

સાણંદમાં આગ
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

અમદાવાદની સાણંદ જીઆઈડીસીમાં આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે અને હાલમાં આગને ઓલવવાની કામગીરી ચાલુ છે.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા સાગર પટેલને અમદાવાદ ફાયર-બ્રિગેડ વિભાગના અધિકારી રાજેશ ભટ્ટે જણાવ્યું કે ડાયપર બનાવતી આ કંપનીમાં આગ લાગી છે. આગને ઓલવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

યુનિચાર્મ નામની કંપની ડાયપર બનાવે છે અને તેને પગલે કંપનીમાં મોટા પ્રમાણમાં રૂનો ઉપયોગ કરવામાં આવે છે.

વીજકરંટને લીધે લાગેલી આગ અંદર પડેલા રૂને લીધે ભીષણ થઈ ગઈ હોવાનું ફાયરબ્રિગેડનું માનવું છે.

ફેકટરીના કર્મચારી સંકેત બીબીસી ગુજરાતીના ફેસબુક લાઇવમાં જણાવ્યું, "સવારે અમે જ્યારે પરિસરમાં હત્યા ત્યારે અંદરથી આગના ધુમાડા નીકળતા અમે બહાર નીકળી ગયા."

સંકેતના જણાવ્યા અનુસાર ફેકટરીમાં લગભગ 800 જેટલા કર્મચારીઓ કામ કરે છે અને અંદર રૂ જેવો સરળતાથી આગ પકડી લેતો કાચો માલ ભરેલો હતો.

હાલમાં આગને કાબૂમાં લેવા માટે કુલ 31 વાહનો અને 125 જેટલા ફાયરકર્મીઓ જોતરાયેલાં છે.

જોકે, સદનસીબે જાનમાલના નુકસાનના હજુ સુધી કોઈ અહેવાલો મળ્યા નથી.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો