નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન : 80 કરોડથી વધુ લોકોને નવેમ્બર સુધી મફત રૅશન

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
કોરોના અને ચીન સાથે તણાવભર્યા સંબંધની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બપોરે ચાર વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. જેમાં તેમણે લૉકડાઉન દરિયાન લાખો લોકોનો જીવ બચાવી શકાયો હોવાની વાત કરી.
તેમણે લૉકડાઉનને હળવું કરાયું હોવાથી લોકોને વધુ સતર્ક રહેવા પણ ભલામણ કરી.
આ ઉપરાંત વડા પ્રધાને 'પીએમ ગરીબકલ્યાણ યોજના'નો વિસ્તાર કરવાની વાત કરી અને સાથે જ જણાવ્યું કે અત્યાર સુધી તેમની સરકારે 80 કરોડ લોકોને ત્રણ મહિના સુધી મફત રૅશન આપ્યું છે અને આ સુવિધા નવેમ્બર માસ સુધી વધારવામાં આવશે.
વડા પ્રધાનના ભાષણના અંશો :
- અનેક દેશોની સરખામણીએ ભારતમાં સ્થિતિ સારી છે, સમયસરના લૉકડાઉનને કારણે લાખો લોકોના જીવ બચાવવામાં સફળતા મળી
- લૉકડાઉનની સરખામણીએ 'અન-લૉક'ના પ્રથમ તબક્કા દરમિયાન માસ્ક, હાથ ધોવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગ મુદ્દે લાપરવાહી જોવા મળી રહી છે
- જો કોઈ નિયમોનું પાલન ન કરે તો તેને રોકવા, અટકાવવા અને સમજાવવા પડશે ; રાજ્ય સરકારો તથા સ્થાનિક સ્વરાજ્યના એકમોએ સતર્કતા રાખવી પડશે
- ગત ત્રણ વર્ષ દરમિયાન 20 કરોડ ગરીબોનાં ખાતામાં રૂ. 31 હજાર કરોડ, નવ કરોડથી વધુ ખેડૂતોનાં ખાતાંમાં રૂ. 18 હજાર કરોડ DBTથી ટ્રાન્સફર કરાયા
- કોરોનાકાળ દરમિયાન 80 કરોડ લોકોને ત્રણ મહિના સુધી નિઃશુલ્ક ઘઉં કે ચોખા અપાયા
- 'પીએમ ગરીબકલ્યાણ યોજના' નવેમ્બર મહિના સુધી લંબાવવામાં આવશે, પ્રતિમાસ 80 કરોડથી વધુ નાગરિકોને લાભ થશે
- નવેમ્બર મહિના સુધીમાં આ યોજના પાછળ કુલ રૂ. દોઢ લાખ કરોડનો ખર્ચ થશે, 'એક દેશ, એક રૅશનકાર્ડ'ની યોજના લાગુ કરવા પ્રયાસ ચાલુ
- આગામી દિવસોમાં તમામ સાવચેતી રાખીને આર્થિક પ્રવૃત્તિઓ વધારાશે, 'આત્મનિર્ભર ભારત' માટે અને 'વૉકલ ફૉર લૉકલ' બનીશું

કૉંગ્રેસની પ્રતિક્રિયા
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધન પૂર્વે ટ્વિટર ઉપર એક વીડિયો મૂકીને કહ્યું,
'કોરોનાને કારણે દેશના અર્થતંત્રને નુકસાન થયું છે, વિશેષ કરીને ગરીબોને, શ્રમિકોને, ખેડૂતોને, મધ્યમવર્ગને તથા પગારદાર વર્ગને અસર થઈ છે. આમને પ્રતિમાસ રૂ. 7,500 આપવામાં આવે, એવી ચાર-પાંચ વખત રજૂઆત કરી છે.'
'આ યોજના કાયમ માટે નહીં તો છ મહિના માટે લાગુ કરવામાં આવે, જેથી બજારમાં પૈસા આવશે તો માગ ઊભી થશે. સરકાર પૈસા ન હોવાનું કારણ આગળ ધરે છે, પરંતુ દેશના સૌથી ધનવાન 15 વ્યક્તિના લાખો કરોડ માફ કરી દીધા હતા.'
ચીનનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછ્યો હતો કે 'ચીને લદ્દાખમાં ચાર સ્થળોએ ભારતની પવિત્ર ધરતી ઉપર કબજો જમાવી લીધો છે, ત્યારે તેમને ક્યારે અને કેવી રીતે હઠાવશો, તેનો જવાબ આપો.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
કૉંગ્રેસ સેવાદળે લખ્યું, "ચીનસાથે પ્રવર્તમાન સ્થિતિ અંગે મોદી બેવડી વાત કરીને દેશને મૂર્ખ બનાવી રહ્યા છે. સજ્જડ જવાબ આપવાની અપેક્ષા રાખતા નાગરિકોને સામાન્ય ભાષણ મળ્યું. આ સંબોધનનો હેતુ શું હતો? કૅમેરા પ્રત્યે વળગાણ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
અન્ય એક ટ્વીટમાં કૉંગ્રેસ સેવાદળે લખ્યું, 'વન નેશન, વન રૅશનકાર્ડ' આવતા વર્ષે માર્ચ મહિનામાં અમલમાં આવશે.'
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
ટ્વિટરાઇટ ટ્રૅન્ડુલકરને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન નિરસ જણાયું. તેમણે લખ્યું, 'IPL હોય કે મોદીજી બપોરે ચાર વાગ્યા કરતાં સાંજે આઠ વાગ્યાની ઇવેન્ટ્સ વધારે રસપ્રદ હોય છે.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
રાજકીય વિશ્લેષક બ્રહ્મા ચેલાનીએ લખ્યું, "રાષ્ટ્રજોગ સંબોધન ગોઠવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્કંઠા વધારી દીધી, પરંતુ તે અપેક્ષા કરતાં ઉણી ઉતરી. ચીન સાથે યુદ્ધ જેવી સ્થિતિ છે, ત્યારે આવી ખુદનો પ્રચાર કરતી રેલી?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
સોશિયલ મીડિયા ઉપર હિંદુવાદીની છાપ ધરાવતા મધુ પૂર્ણિમા કિશ્વરે લખ્યું, 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ હતોત્સાહિત કરનારું રહ્યું. તેમણે લખ્યું, 'શું ગરીબોને અનાજ સિવાય કંઈ ન જોઇએ. વાવણીની સિઝનમાં ખેડૂતોને કોઈ ટેકો નહીં. કલાકારોનો ઉલ્લેખ નહીં. મૅક ઇન ઇન્ડિયાને વિસ્તારવા માટે કોઈ ઉલ્લેખ ન હતો.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ટ્વિટર ઉપર લખ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનનો ઉલ્લેખ ન કરીને સારું કર્યુ, તે કામ જનરલો ઉપર છોડી દેવું જોઇએ. તેમણે કોરોના વિશે જાગૃતિ રાખવાનો પુનર્રોચ્ચાર કર્યો, જે હંમેશા પ્રશંસનીય છે. નિઃશુલ્ક અનાજની યોજના લંબાવવામાં આવી, તે સારી બાબત છે, પરંતુ શું વિચાર આવે છે કે શું આમાથી કોઈપણ કારણ સબબ રાષ્ટ્રજોગ સંબોધનની જરૂર હતી?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8
પત્રકાર આદિત્ય રાજ કૌલ લખે છે, "ગઈકાલે ચાઇનિઝ ઍપ્સ ઉપર બૅન બાદ અનેક લોકો ચીન મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી કંઇક સાંભળવાની અપેક્ષા કરતા હતા. અનેક પત્રકારો તથા સંપાદકોને વિશ્વાસ હતો કે તેઓ ચીન કે લદ્દાખનો ઉલ્લેખ કરશે. એ અહેસાસ વગર કે ચીન સામેની લડાઈ અત્યંત ચાતુર્યપૂર્વકનું મૌન યુદ્ધ હશે."
કોરોના: રાષ્ટ્રજોગ સંબોધન/સંવાદ

ઇમેજ સ્રોત, Getty Images
કોરોનાની મહામારી ફેલાયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યક્ષ રીતે છ વખત આ મુદ્દે રાષ્ટ્રજોગ સંબોધન કરી ચૂક્યા છે.
તા. 12મી મેના સંબોધનમાં તેમણે રૂ. 20 લાખ કરોડના પૅકેજ તથા કોરોના સંદર્ભે ભારતની સ્થિતિ વિશે વાત કરી હતી. તા. 14મી એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંબંધે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સાત મુદ્દે દેશવાસીઓનો સાથ માગ્યો હતો.
સૌ પહેલાં 19મી માર્ચે કોરોના વાઇરસના સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
જેમાં તેમણે એક દિવસ (22મી માર્ચે) માટે 'જનતા કર્ફ્યુ'નું પાલન કરવા તથા સાંજે પાંચ વાગ્યે પાંચ મિનિટ માટે આરોગ્યક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ, પોલીસવાળા તથા મીડિયાકર્મીઓનું થાળી કે તાળી વગાડીને અભિવાદન કરવા આહ્વાન કર્યું હતું.
24મી માર્ચે સાંજે આઠ કલાકે તેમણે વધુ એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ, જેમાં તેમણે મધ્યરાત્રિથી દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી અને 'જે જ્યાં છે, ત્યાં રહે'નું આહ્વાન કર્યું.
ત્રીજી એપ્રિલે સવારે નવ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ વીડિયો સંદેશ આપ્યો, જેમાં તેમણે 5મી એપ્રિલના રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે 'દીવા, મીણબત્તી કે મોબાઇલની ફ્લેશલાઇટ' દ્વારા એકજૂટ હોવાની તથા પ્રકાશ ફેલાવવાની અપીલ કરી હતી.
વડા પ્રધાન મોદીના પ્રતિમાસિક રાષ્ટ્રજોગ સંવાદ 'મન કી બાત'ના માર્ચ (29મી) તથા એપ્રિલ (26મી), મે (31મી) તથા જૂન (28મી)ના કાર્યક્રમ મહદંશે કોરોના પર જ કેન્દ્રિત રહ્યા હતા, જેમાં તેમનો સંવાદ કોરોના-કેન્દ્રિત જ રહ્યો હતો.
અન્ય નોંધપાત્ર રાષ્ટ્રજોગ સંબોધન
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઑગસ્ટ-2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન તથા તેના વિશેષ રાજ્યના દરજ્જાને નાબૂદ કરવા પાછળ કેન્દ્ર સરકારના તર્ક અને જમ્મુ-કાશ્મીરની પ્રજાને કેવી રીતે લાભકારક થશે તે જણાવવા માટે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
કોરોના સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી (તા. આઠમી નવેમ્બર 2016) તથા 'મિશન શક્તિ'ની (જેમાં ભારતે જમીન પરથી અવકાશમાં સેટેલાઇટને ધ્વસ્ત કરવાની ક્ષમતા હાંસલ કરી) સફળતાની જાહેરાત રાષ્ટ્રજોગ સંબોધન દ્વારા કરી હતી.
વિપક્ષ સહિત કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે નોટબંધીને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોની કમર તૂટી ગઈ. 'મિશન શક્તિ'ની જાહેરાત વખતે સામાન્ય ચૂંટણી ચાલી રહી હતી, જેથી વિપક્ષે તેની સામે ચૂંટણીપંચનાં દ્વાર ખખડાવ્યાં હતાં.




ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


























