દિલ્હી રમખાણોમાં યોગેન્દ્ર યાદવ, યેચુરી, અપૂર્વાનંદ આરોપી નથી : પોલીસ

દિલ્હીનાં તોફાન
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

દિલ્હી પોલીસે શનિવારે એ મીડિયા રિપોર્ટને ફગાવી દીધા, જેમાં જણાવાયું હતું કે સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી, સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ, અર્થશાસ્ત્રી જયતી ઘોષ, ડીયુના પ્રોફેસર અપૂર્વાનંદ અને ડૉક્યુમેન્ટરી ફિલ્મકાર રાહુલ રૉયનાં નામોનો દિલ્હી રમખાણોની પૂરક ચાર્જશિટ ઉલ્લેખ કરાયો હતો.

આ પહેલાં શનિવારે સાંજે સમાચાર સંસ્થા પીટીઆઈએ એક ટ્વીટ કર્યું જે બાદ આકરી રાજકીય પ્રતિક્રિયા આવવા લાગી હતી.

લગભગ બે કલાક બાદ પીટીઆઈએ એક વધુ ટ્વીટ કર્યું, જેમાં દિલ્હી પોલીસને ટાંકીને જણાવાયું હતું કે તમામનાં નામ એક આરોપીના નિવેદનમાં લેવાયાં છે અને આ નિવેદનના આધારે કોઈ પર પણ કેસ ચલાવી શકાય નહીં.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

એટલે કે આરોપપત્રમાં તેમનાં નામ કોઈ આરોપી તરીકે નથી.

પીટીઆઈના પ્રથમ ટ્વીટ બાદ સમાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવે પણ ચાર્જશિટમાં પોતાનું નામ હોવાની વાતનું ખંડન કર્યું હતું.

યોગેન્દ્ર યાદવે આ વાત તથ્યાત્મક રીતે ખોટી હોવાનું જણાવ્યું હતું અને પીટીઆઈ તેને પરત લઈ લે એવી આશા વ્યક્ત કરી હતી.

યોગેન્દ્ર યાદવે ટ્વિટર પર લખ્યું કે તથ્યાત્મક રીતે આ ખોટું છે અને આશા છે કે પીટીઆઈ તેને પરત લેશે.

"પૂરક ચાર્જશિટમાં મારો સહ-ષડ્યંત્રકારી કે આરોપીના રૂપે ઉલ્લેખ નથી કરાયો. પોલીસના અસ્પષ્ટ નિવેદનમાં એક આરોપીના નિવેદનના આધારે મારા અને યેચુરી અંગે ઉલ્લેખ કરાયો છે, જે કોર્ટમાં સ્વીકાર્ય નહીં ઠરે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

પીટીઆઈના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસે કહ્યું, "આ નામ આરોપીના સીએએ-વિરુદ્ધ પ્રદર્શનો યોજવા અને સંબોધિત કરવા સાથે જોડાયેલા મામલામાં અપાયેલાં નિવેદનોનો ભાગ છે. આ નિવેદનને રૅકર્ડ કરાયાં છે. માત્ર ડિસ્લૉઝર સ્ટેટમેન્ટના આધારે કોઈને આરોપી ઠેરવી શકાય નહીં."

આ પહેલાં દિલ્હી પોલીસે યોગેન્દ્ર યાદવનું નામ હેડ કૉન્સ્ટેબલ રતનલાલ હત્યા મામલે પણ રજૂ કર્યું હતું.

યોગેન્દ્ર યાદવ

યોગેન્દ્ર દાવે કહે છે, "જુઓ, પોલીસ બહુ પ્રયાસ કરી રહી છે પણ તેને કંઈ મળી રહ્યું નથી. તે બસ નામ નોંધીને જ રહી જાય છે. ગૃહમંત્રીજીએ તો પહેલાંથી જ ષડ્યંત્રની વાત કરી દીધી હતી. જ્યારે આ તપાસ શરૂ થઈ એના પહેલાંથી જ. હવે પોલીસ એમનું કહેલું પૂરું કરવામાં લાગી છે."

સીતારામ યેચુરીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં ટ્વિટર પર લખ્યું, "ઝેરીલાં ભાષણોનો વીડિયો છે, એના પર કાર્યવાહી કેમ નથી થઈ રહી?"

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

આ સાથે જ તેમણે કેટલાંય ટ્વીટ પણ કર્યાં અને સરકાર પર નિશાન પણ તાક્યું.

સીતારામ યેચુરી

તેમણે લખ્યું, "આપણું બંધારણ આપણે સીએએ જેવા તમામ પ્રકારના ભેદભાવવાળા કાયદા વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર જ માત્ર નથી આપતું, આ આપણી જવાબદારી પણ છે. અમે વિપક્ષનું કામ ચાલુ રાખીશું. ભાજપ પોતાની હરકતો બંધ કરે."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

તેમણે લખ્યું, "દિલ્હી પોલીસ ભાજપની કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રાલયની નીચે કામ કરે છે. તેની આ અવૈધ અને ગેરકાયદે હરકતો ભાજપના ટોચના રાજનાયકોનું ચરિત્ર દર્શાવે છે. તે વિપક્ષના સવાલો અને શાંતિપૂર્ણ પ્રદર્શનથી ડરે છે અને સત્તાનો દુરુપયોગ કરીને આપણે રોકવા ઇચ્છે છે."

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

પ્રોફેસર અપૂર્વાનંદે બીબીસીને આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી.

તેમણે જણાવ્યું, "આ અત્યંત તકલીફજનક વાત છે કે દિલ્હી પોલીસનાં સંસાધનો ઉપયોગ એક વિચારાત્મક ઉદ્દેશ માટે કરાઈ રહ્યો છે."

"દિલ્હી પોલીસથી આશા હતી કે તે ફેબ્રુઆરીમાં હિંસા પાછળના ષડ્યંત્રની તપાસ કરશે અને એના સત્યને શોધશે."

"આવું ન કરીને તેણે પોતાની પૂરી શક્તિ સીએએ વિરુદ્ધ કરાયેલા આંદોલનને બદનામ કરવા અને તેનું અપરાધીકરણ કરવામાં અને તેમાં સામેલ અને તેનું સમર્થન કરી રહેલા લોકોનું અપરાધીકરણ કરવામાં લગાવી દીધી."

"સરકારનું કોઈ પણ પગલું પછી ભલે તે કાયદો જ કેમ ન હોય, ટીકા કરવાનો અને તેનો વિરોધ કરવાનો, તેને બદલવાના પ્રયાસો કરવાનો બંધારણીય અધિકાર નાગરિકો પાસે છે અને તેને કોઈ પણ રીતે દેશવિરોધી ગણી શકાય નહીં."

"અમે હજુ પણ આશા રાખીશું કે દિલ્હી પોલીસ ફેબ્રુઆરીમાં હિંસા પાછળના અસલી ષડ્યંત્રની તપાસ કરે, જેથી માર્યા ગયેલા લોકો અને જેમનું નુકસાન થયું તેમને અને સમગ્ર દિલ્હીને ન્યાય મળે."

તો સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે ટ્વિટર પર લખ્યું, "આ દિલ્હીમાં તોફાનોમાં દિલ્હી પોલીસની દુર્ભાવનાપૂર્ણ પ્રકૃતિને સાબિત કરે છે. સીતારામ યેચુરી, યોગેન્દ્ર યાદવ, જયતી ઘોષ અને પ્રોફેસર અપૂર્વાનંદ પર તોફાન કરવાના આરોપ લગાવવા હાસ્યાસ્પદ વિના વધુ કંઈ નથી."

"તેમનાં ભાષણ અને વીડિયો ઉપલબ્ધ છે. કપિલ મિશ્રા અને તેમના સહયોગીઓને છોડી દેવાયા છે."

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આ જ વર્ષે ફેબ્રુઆરીના આખર સપ્તાહમાં તોફાન થયાં હતાં. 23 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી 2020 દરમિયાન થયેલાં આ તોફાનોમાં 53 લોકોનો જીવ ગયો હતો.

13 જુલાઈએ હાઈકોર્ટમાં રજૂ કરાયલા દિલ્હી પોલીસના સોગંદનામા અનુસાર માર્યા ગયેલા લોકોમાં 40 મુસલમાન અને 13 હિંદુ હતા.

આ મામલે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચનું કહેવું હતું કે તોફાન પાછળ એક ષડ્યંત્ર હતું.

આ એફઆઈઆર આ જ કથિત ષડ્યંત્ર અંગે છે.

તોફાનની આ એફઆઈઆરમાં અનલૉફૂલ ઍક્ટિવિટી પ્રવેન્શન ઍક્ટ (UAPA)ની કલમો લગાવાઈ છે. આમાં એ વિદ્યાર્થીનેતાઓનાં નામ પણ સામેલ છે, જે દિલ્હીમાં સીએએ વિરુદ્ધનાં પ્રદર્શનોમાં આગળપડતા હતા.

6 માર્ચ 2020એ દાખલ મૂળ એફઆઈઆરમાં માત્ર બે લોકો- જેએનયુના પૂર્વ વિદ્યાર્થીનેતા ઉમર ખાલિદ અને પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા(પીએફઆઈ) સાથે જોડાયેલા દાનિશનાં જ નામ હતાં.

પીએફઆઈ પોતાને સમાજસેવી સંસ્થા ગણાવે છે, પણ તેના પર કેરળમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન અને મુસલમાનો વચ્ચે કટ્ટરવાદને ફેલાવવાના આરોપ લાગતા રહ્યા છે.

એફઆઈઆર-59ના આધારે અત્યાર સુધી 15 લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં સફૂરા ઝરગર, મોહમ્મદ દાનિશ, પરવેઝ અને ઇલિઝાયને જામીન મળી ગયા છે. જ્યારે બાકીના 10 લોકો હજુ પણ ન્યાયિક અટકાયત હેઠળ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો