શ્રદ્ધાંજલી : લાખો પુરૂષોને કાલ્પનિક વિશ્વની ભેટ આપનારી વ્યક્તિને

પ્રકાશિત

પુરુષોને એક અલગ કલ્પનાલોક આપનારાં પ્લેબૉય મેગેઝીનનાં સ્થાપકનું અવસાન.

હ્યુ હેફનર
ઇમેજ કૅપ્શન, હ્યુ હેફનરે વર્ષ 1953માં 'પ્લેબૉય' મેગેઝીનની શરૂઆત કરી હતી. આ મેગેઝીન દ્વારા તેમણે લાખો યુવાનોની કલ્પનામાં રંગો પૂર્યા હતા અને તેનાથી પણ રંગીન જીવન જીવ્યું હતું.
હ્યુ હેફનર
ઇમેજ કૅપ્શન, હ્યુ હેફનરનો દાવો હતો કે તેમણે 1000થી પણ વધુ સ્ત્રીઓ સાથે સહશયન માણ્યું છે, જેના માટે તેમણે ક્યારેક વિયાગ્રાનો સહારો પણ લીધો હતો. જાહેર જીવનમાં તેઓ ભાગ્યે જ સુંદરીઓના સાથ વગર જોવા મળતા.
મેરેલિન મનરો પ્લેબૉયના કવર-પેજ પર
ઇમેજ કૅપ્શન, મેગેઝીનના પ્રથમ અંકના વેચાણ બાબતે અસમંજસ હોવાથી તેમાં તારીખ નહોતી છાપવામાં આવી. આ અંકમાં મેરેલિન મનરોની માદક તસવીરો પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
પ્લેબૉય મેન્શન
ઇમેજ કૅપ્શન, કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ વિસ્તારમાં તેમનું 'પ્લેબોય મેન્શન' નામનું ઘર આવેલું હતું, જેમાં થતી પાર્ટીઓ ખૂબ પ્રખ્યાત હતી. જેમાં યજમાન હેફનર શરાબ, શબાબ અને અકલ્પનીય આનંદની લહેરો વચ્ચે મહેમાનો સાથે જોવા મળતા.
હ્યુ હેફનર
ઇમેજ કૅપ્શન, મેગેઝીનમાં અશ્લીલતા અને નગ્નતા ફેલાવવા બદલ હેફનર પર કેસ પણ ચાલ્યો હતો પરંતુ આ બાબતે ન્યાયાધિશો કોઈ ચુકાદો નહોતા આપી શક્યા.
ડોનાલ્ડ ટ્રમ્પ
ઇમેજ કૅપ્શન, વર્તમાન અમેરિકન રાષ્ટ્રપતિ પણ એક સમયે પ્લેબૉયના કવર પેજ પર પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. આ કવર પેજમાં ટ્રમ્પ એવી ટેગલાઈન કહેતા નજર પડે છે કે, 'સુંદર મેગેઝીન છે, મેગેઝીન મને વેચવાની ઈચ્છા છે?'
હ્યુ હેફનર
ઇમેજ કૅપ્શન, 2012માં તેમણે ત્રીજા લગ્ન ક્રિસ્ટલ નામની યુવતી સાથે કર્યા હતા. તે બન્નેની ઉંમર વચ્ચેનો તફાવત 60 વર્ષનો હતો. જો કે પાર્ટી દરમિયાન હેફનર સંખ્યાબંધ સુંદરીઓના બાહુપાશમાં જોવા મળતા.