CIAની પ્રથમ ઇન્સ્ટાગ્રામ પોસ્ટનો કોયડો તમે ઉકેલી શકો છો?

ઇમેજ સ્રોત, CIA
અમેરિકાની જાસૂસી સંસ્થા CIA (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)એ ઇન્સ્ટાગ્રામ પર કવર તસવીર પોસ્ટ કરી છે જે એક કોયડા સમાન છે.
ગોપનીયતા અને જાસૂસી ક્ષમતાઓ માટે પ્રખ્યાત સીઆઈએનું સોશિયલ મીડિયામાં આવવું એક પ્રકારના વિરોધાભાસ જેવું છે.
એજન્સીના બાયૉ (પરિચય)માં લખ્યું છે, "અમે દેશની પ્રથમ સુરક્ષા પંક્તિ છીએ."
સોશિયલ મીડિયાની પ્રથમ પોસ્ટમાં તેમણે એક ટેબલની તસવીર પોસ્ટ કરી છે.
જેના પર ઘણા પ્રકારની વસ્તુઓ પડેલી છે. પરંતુ સામાન્ય લાગતી આ તમામ વસ્તુઓ પાછળ ગર્ભિત અર્થ છુપાયેલો છે.
વર્જિનિયાના લૅંગલેમાં સીઆઈએનું વડુ મથક આવેલું છે. આ તસવીર પણ ત્યાંની જ છે. આ તસવીરનું મથાળું છે 'હું મારી નાની આંખો વડે જાસૂસી કરું છું.'
હવે પડકાર આ તસવીરમાં દેખાઈ રહેલી વસ્તોઓ ઓળખવાનો છે. આ માટે સીઆઈએના પ્રવક્તાએ અમુક સંકેત પણ આપ્યા છે.
તેમણે સીબીએસ ન્યૂઝને કહ્યું કે તેમાંથી ઘણી વસ્તુઓ સક્રિય કર્મચારીઓની છે. પરંતુ શું તમે આ તસવીરમાં છુપાયેલા કોયડાને ઉકેલી શકો છો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આ વાંચ્યું કે નહીં?

એજન્સીની રણનીતિ

ઇમેજ સ્રોત, Getty Images
સીઆઈએની એક રણનીતિને ધ્યાનમાં રાખીને આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યું છે. તેનું ધ્યેય યુવા અધિકારીઓ, એજન્ટ અને વિશ્લેષકોની નિયુક્તિ કરવાનું છે.
ઇન્સ્ટાગ્રામ પર મોટા ભાગે 30 વર્ષથી નાની ઉંમરના યૂઝર્સ હોય છે.
સીઆઈએના પ્રવક્તાએ કહ્યું, "ઇન્સ્ટાગ્રામ સાથે જોડાવવાનું કારણ સીઆઈએની કહાણીઓને રજૂ કરવાનું છે. અમે પ્રતિભાશાળી અમેરિકનોની એજન્સીમાં સેવા આપવા માટે ભરતી પર કરી રહ્યા છીએ."
"આ એકાઉન્ટ મારફતે અમે એજન્સીના જીવનની ઝલક દેખાડીશું, પરંતુ ગુપ્ત જગ્યાએથી લીધેલી સૅલ્ફી પોસ્ટ કરવાનો વાયદો કરતા નથી."
સીઆઈએનાં નિદેશક જિના હસ્પેલે ગત સપ્તાહે અલબામાના ઑર્બન વિશ્વવિદ્યાલયમાં આયોજિત એક સત્રમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલવાની વાત કહી હતી.
તો ચાલો આ તસવીરને ડિકોડ કરીએ.

ઇમેજ સ્રોત, CIA
1. ડેસ્ક પર રહેલો છોડ સીઆઈએની વિદેશી ગુપ્ત પાંખ 'પ્લાન્ટ્સ'નું પ્રતીક છે.
2. ઘડિયાળમાં 8:46 વાગી રહ્યા છે. બરાબર આ સમયે 9 સપ્ટેમ્બર, 2001ના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો.
3. ચીનનો નકશો છે જે એશિયામાં અમેરિકાનું સૌથી મોટું પ્રતિસ્પર્ધી છે.
4. સોનાનું ઘૂવડ જે બુદ્ધિની યુનાની દેવી ઍથીનાનું પ્રતીક છે. સીઆઈએના ચીફ ઑપરેટિંગ ઑફિસર ઍન્ડી મૅકરિડિસે આ પ્રતિમા ભેટમાં આપી હતી.
5. આ એક તાવીજ જેવું લાગી રહ્યું છે જે ખરાબ નજરનું પ્રતીક છે. કદાચ આ સીઆઈએ એજન્ટો વચ્ચે ખતરાનું પ્રતીક હોઈ શકે છે.
6. આ ચિત્ર ટૉની મૅન્ડેઝ દેખાઈ રહ્યા છે. મૅન્ડેઝ સીઆઈએ અધિકારી હતા, જેમણે 1980માં પોતાને ફિલ્મ નિર્માતા ગણાવીને ઈરાનમાંથી છ અમેરિકનોને છોડાવ્યા હતા.
7. કાંડાએ બાંધવાની વસ્તુ. કહેવામાં આવે છે કે આનો ઉપયોગ સીઆઈએ એજન્ટ એકબીજાની ઓળખ માટે કરે છે.
8. ગ્રૅ કલરની વિગ. કદાચ કોઈ અન્ડરકવર એજન્ટે તેનો ઉપયોગ કર્યો હશે.
9. સીઆઈએનાં નિદેશક જિના હાસ્પેલનું આઈડી કાર્ડ.
10. એક સીક્રેટ બૅગ જેનો ઉપયોગ પુરાવાઓને નષ્ટ કરવા માટે થતો હશે.
ઇન્સ્ટાગ્રામ પર સીઆઈએનું આવવું એ આ ગુપ્ચતર સેવામાં આવી રહેલું પરિવર્તન દર્શાવી રહી હોવાનું હાસ્પેલનું માનવું છે.
જોકે, સીઆઈએ સોશિયલ મીડિયમાં પ્રવેશી હોય એવી આ પ્રથમ ઘટના નથી. અગાઉ વર્ષ 2014માં એજન્સી ટ્વિટર અને ફેસબુક પર આવી ચૂકી છે.
એજન્સીનું પ્રથમ ટ્વીટ હતું, "અમે ન તો એ વાતની પુષ્ટિ કરીએ છીએ કે ન તો ઇન્કાર કરીએ છીએ કે આ અમારું પ્રથમ ટ્વીટ છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























