મોસ્કો : ઍરપૉર્ટ ઉપર સળગ્યું વિમાન, કમ સે કમ 41નાં મૃત્યુ

રનવે ઉપર સળગી રહેલાં વિમાનની તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

રશિયાના મોસ્કો ઍરપૉર્ટ ખાતે એક મુસાફર વિમાને આપાતકાલીન ઉતરાણ કર્યું હતું, દરમિયાન તેમાં આગ લાગી ગઈ હતી. સત્તાવાર અહેવાલો પ્રમાણે, આ આગને કારણે 41 મુસાફરોનાં મૃત્યુ થયાં છે.

તપાસકર્તાઓના જણાવ્યા પ્રમાણે, વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 78 મુસાફરો સવાર હતા, જેમાંથી માત્ર 37 જ બચ્યા છે.

રશિયાની સરકારી ઍરલાઇન્સ કંપની 'ઍરોફ્લૉટ'ના કહેવા પ્રમાણે, 'ટેકનિકલ કારણોસર' આ વિમાન ઉડ્ડયન બાદ ઍરપૉર્ટ પરત ફર્યું હતું.

જોકે, કેવા પ્રકારની ટેકનિકલ ખામી ઊભી થઈ હતી, તે અંગે કંપનીએ સત્તાવાર રીતે કશું નથી જણાવ્યું.

રનવે ઉપર સળગી રહેલાં વિમાનની તસવીર

સોશિયલ મીડિયા ઉપર વહેતાં થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આપાતકાલીન દ્વાર મારફત મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે વિમાન ઉતરાણ કરી રહ્યું હતું ત્યારે તેમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો હતો. અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાન ઉછળી રહ્યું હતું.

આ વિમાન સુખોઈ સુપરજેટ-100 હોવાનું કહેવાય છે, જે મૉસ્કોના શેરેમેત્યેવો ઍરપૉર્ટથી મરમાંસ્ક જઈ રહ્યું હતું.

વિમાન જ્યારે રનવે ઉપર ઊતરી રહ્યું હતું ત્યારે તેના એંજિનમાં આગ લાગી ગઈ હતી.

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન
બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સોશિયલ મીડિયા ઉપર વહેતી થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે લૅન્ડિંગ સમયે પ્લેનનો પાછળનો ભાગ સળગી રહ્યો હતો, જ્યારે કેટલાક લોકો આગળના આપાતકાલીન દ્વારમાંથી કૂદી રહ્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.

ઍરલાઇન્સ કંપની ઍરોફ્લૉટ દ્વારા જીવિત ગયેલા મુસાફરોનાં નામોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં માત્ર 33 નામ જ છે.

કંપની દ્વારા ઇમર્જન્સી ટેલિફોન નંબર પર બહાર પાડવામાં આવ્યા છે.

કંપનીએ જાહેરાત કરી છે કે ઘાયલોના પરિવારજનોને નિઃશુલ્ક રશિયા મોકલવામાં આવશે.

line

'ભયભીત મુસાફરો'

ઍરપૉર્ટની બહાર ઍમ્બુલન્સની કતારો
ઇમેજ કૅપ્શન, ઍરપૉર્ટની બહાર ઍમ્બુલન્સની કતારો જોવા મળી

રિપોર્ટ્સ મુજબ, વિમાનના ઇમર્જન્સી લૅન્ડિંગનો પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

ટ્રૅકિંગ વેબસાઇટ 'ફ્લાઇટરડાર 24'ના રિપોર્ટ મુજબ વિમાને ટૅકઑફ કર્યું, તેની અડધી કલાક પછી આપાતકાલીન ઉતરાણનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

ક્રિસ્ચાન કોસ્તોવ નામના એક પ્રત્યક્ષદર્શીએ સોશિયલ મીડિયા ઉપર સમગ્ર ઘટનાક્રમનું વિવરણ લખ્યું છે.

તેમના લખ્યું છે કે જ્યારે વિમાન સળગવા લાગ્યું ત્યારે આ મુસાફરો ભયને કારણે થરથર ધ્રૂજવા લાગ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો