પાકિસ્તાનના લાહોરમાં સૂફી દરગાહ પાસે બ્લાસ્ટમાં 10 લોકોનાં મૃત્યુ, 20 ઘાયલ

લાહોરમાં થયેલા બ્લાસ્ટનું સ્થળ
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

પાકિસ્તાનના લાહોરમાં આવેલી સૂફી દરગાહ પાસે થયેલા બ્લાસ્ટમાં 10 લોકોનાં મૃત્યુ થયા હોવાના સમાચાર છે.

લાહોરમાં આવેલી મોટી દરગાહ દાતા દરબાર નજીક આ બ્લાસ્ટ થયા હોવાનું જણાવાય છે.

આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મૃત્યુ થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે.

લાહોર પોલીસના ડીઆઈજી (ઓપરેશન) મોહમ્મદ અશફાકે કહ્યું કે આ બ્લાસ્ટમાં દરગાહની બહાર પોલીસના વાહનને નિશાન બનાવવામાં આવ્યું છે.

રેડિયો પાકિસ્તાનના કહેવા મુજબ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આ હુમલાની નિંદા કરી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

line

પોલીસનું શું કહેવું છે?

લાહોરમાં થયેલા બ્લાસ્ટનું સ્થળ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પોલીસ આઈજી આરિફ નવાઝે કહ્યું કે આ એક આત્મઘાતી હુમલો હતો જેમાં પોલીસને નિશાન બનાવવામાં આવી છે.

એમણે કહ્યું કે, હુમલાખોર જે દિશામાંથી આવ્યો ત્યાંથી વધારે નુકસાન પણ થઈ શકે એમ હતું. પોલીસની ગાડી જે અહીં તહેનાત હોય છે તેને જ ટાર્ગેટ કરવામાં આવી હતી. તમામ એજન્સીઓ તપાસમાં લાગેલી છે અને પુરાવાઓ એકઠાં કરવામાં આવી રહ્યાં છે.

પોલીસે હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને હજી સુધી કોઈ ઉગ્રવાદી સંગઠને આની જવાબદારી લીધી નથી.

line

દાતા દરબાર અને સૂફી સ્થળો પર હુમલાઓ

પ્રતીકાત્મક તસવીર

ઉલ્લેખની છે કે 2010માં પણ આવી જ રીતે સૂફી દરગાહને નિશાન બનાવવામાં આવી હતી જેમાં 42 લોકોનાં મૃત્યુ થયા હતા.

દાતા દરબાર દરગાહ શિયા અને સુન્ની અને અન્ય ધર્મોના લોકો માટે પણ જાણીતી છે અને ત્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે.

દક્ષિણ એશિયાની સૌથી પ્રાચીન દરગાહોમાં આ દરગાહનો સમાવેશ થાય છે.

આ દરગાહ અબુલ હસન અલી હુજવીરી નામના સૂફી સંતની છે જેઓ આ 11મી સદીમાં આ સ્થળે જીવ્યાં હોવાનું માનવામાં આવે છે.

આ સ્થળ લાહોરનું સૌથી પ્રખ્યાત પવિત્ર સ્થળ ગણાય છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો