ચક્રવાત લેકિમા : ચીનમાં 32 લોકોનાં મૃત્યુ, 10 લાખ લોકોનું સ્થળાંતર કરાયું

ઇમેજ સ્રોત, Reuters
ચીનમાં ચક્રવાત લેકિમાને પગલે અત્યાર સુધી 32 લોકોનાં મૃત્યુ થયાં છે અને 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ચીનના મીડિયાના જણાવ્યા મુજબ ચક્રવાત લેકિમાને પગલે ભૂસ્ખલન થતાં 32 લોકોનાં મૃત્યુ થયાં છે અન્ય 16 હજી લાપતા છે.
ભૂસ્ખલનની ઘટના વેન્ઝો પ્રાંતમાં બની છે એમ ચીનનું સ્ટેટ મીડિયા જણાવે છે.
ચક્રવાત લેકિમાને શાંધાઈમાં પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ઝિઆંગમાં 34,000 મકાનોનો નુકસાન પહોંચ્યું છે.
ચક્રવાતને પગલે તૂટી પડેલી ઇમારતોમાંથી લોકોને બચાવી લેવાની તેમજ બચી ગયેલા લોકોની શોધખોળની કામગીરી ઇમરજન્સી ટુકડીઓ કરી રહી છે.
ચક્રવાત લેકિમાને પગલે 3200થી વધારે ફ્લાઇટો રદ કરવામાં આવી છે અને રેલ્વે સેવાને પણ બંધ કરવામાં આવી છે.
શાંધાઈ ડિઝનીલૅન્ડને પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, AFP
શાંધાઈમાં 2,50,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો ઝિઆંગ પ્રાંતમાં 8,00,000 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ઝિનુહા ન્યૂઝે કહ્યું કે આ વર્ષનો આ નવમો ચક્રવાત છે પરંતુ સૌથી વિનાશક છે. શરૂઆતમાં તેને અતિવિનાશક ચક્રવાતની ગણાવાયો હતો પંરતુ હવે તેને ઑરેન્જ સ્તરની ચેતવણી ગણાવાય છે.
ચીનના હવામાન વિભાગનું કહેવું છે કે ચક્રવાતની ઝડપ 187 કિલોમિટર પ્રતિ કલાક હતી.
આ ચક્રવાત ચીનમાં તાજેતરમાં આવેલા 6 ભૂકંપ પછી આવ્યો છે અને નિષ્ણાતો માને છે કે જમીની હલચલ અને ભારે વરસાદને પગલે ભૂસ્ખલનની શક્યતાઓ વધી શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


























