દક્ષિણ ધ્રુવ પર પહોંચનારાં દેશનાં પ્રથમ મહિલા IPS ઑફિસર

વીડિયો કૅપ્શન, દક્ષિણ ધ્રુવ પર પહોંચનારા દેશના પહેલાં મહિલા IPS ઑફિસર અપર્ણા કુમાર
પ્રકાશિત

દુનિયાના ઊંચા ઊંચા પહાડો પર ચઢાઈ કરી ચૂકેલાં IPS અપર્ણા કુમાર વધુ એક મુશ્કેલ મિશન પર રવાના થઈ ગયાં છે.

ITBPમાં DIG તરીકે ફરજ બજાવતાં અપર્ણાએ દક્ષિણ ધ્રુવ બાદ ઉત્તર ધ્રુવ માટે કૂચ કરી છે.

આ પહેલાં અપર્ણા કુમાર 111 કિલોમિટર સુધી બરફ પર ચાલીને દક્ષિણ ધ્રુવ પહોંચ્યાં હતાં. જ્યારે તેઓ દક્ષિણ ધ્રુવ પહોંચ્યાં ત્યારે તેમની પાસે ઉપકરણોનું આશરે 35 કિલોગ્રામ વજન પણ હતું.

તેઓ દક્ષિણ ધ્રુવ પહોંચનારા દેશના પહેલા મહિલા IPS અને ITBP મહિલા અધિકારી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો