શ્રીલંકાની વાઇલ્ડલાઇફ સફારીમાં ગાઇડનું કામ કરતાં બે બાળકોનાં માતા

વીડિયો કૅપ્શન, શ્રીલંકાનાં મહિલા સફારી ટુરિસ્ટ ગાઇડ
પ્રકાશિત

નીલમીની શ્રીલંકાના ઉદાવલાવે નેશનલ પાર્ક સફારીમાં ટુરિસ્ટ ગાઇડ છે.

આ સફારી શ્રીલંકાની રાજધાની કોલંબોથી ચાર કલાકના અંતરે આવેલી છે.

બે બાળકોનાં માતા આ વાઇલ્ડલાઇફ સફારીમાં પ્રવાસીઓને જીપમાં ફેરવે છે.

નીલમીની માટે આ કામ તેમની આજીવિકા છે જેનાથી તેમના પરિવારનું ગુજરાન ચાલે છે.

શ્રીલંકામાં જૂજ મહિલાઓ જ આ પ્રકારનું કામ કરતી હોય છે. પણ નીલમીનીએ આ કામ કેમ પસંદ કર્યું તે જાણવું રસપ્રદ છે. જુઓ તેમની કહાણી પર આ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો