કિડનીની બીમારીથી પીડાતું આંધ્ર પ્રદેશનું એ ગામ
પ્રકાશિત
11 એપ્રિલના રોજ આંધ્રપ્રદેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે થવા જઈ રહી છે. જોકે, આરોગ્ય સુવિધાના નામે આજે પણ અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે.
ઉત્તર આંધ્રનો ઉદ્દાનમ વિસ્તાર કે જે શ્રીલંકા અને નાકારાગુઆ બાદ ત્રીજો એવો વિસ્તાર છે, જે કિડનીની એક અભેદ બીમારીને કારણે પીડિત છે.
2015 સુધીમાં અંદાજે 4500 દર્દીઓના આ બીમારીને કારણે મોત થયા છે.
જ્યારે અંદાજે 34 હજાર લોકો હજી પણ આ બીમારીને કારણે નિ:સહાય હાલતમાં જીવી રહ્યા છે. જુઓ બીબીસી સંવાદદાતા દિપ્તી બાથિનીનો આ રિપોર્ટ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો