મૉડર્ન આર્ટ બનાવતાં માત્ર 2 વર્ષનાં કલાકાર, દુનિયામાં વેચ્યાં છે 12 પેઇન્ટિંગ્સ
પ્રકાશિત
જો તમને લાગતું હોય કે સુંદર કળા બનાવવી એ કોઈ બાળકની રમત નથી.. તો આ બાળકીને જોઈને તમે કહી શકશો કે તમારા વિચાર ખોટા છે.
લોલા જૂન નામનાં આ બાળકીની ઉંમર માત્ર 2 વર્ષ છે. પણ આટલી નાની ઉંમરે તેમણે સમગ્ર દુનિયામાં ખ્યાતિ મેળવી છે.
તેમનું એક પેઇન્ટિંગ એક હજાર ડૉલર કરતાં વધારે કિંમતે વેચાય છે. તેમની કળાનું ન્યૂયૉર્કમાં પ્રદર્શન પણ થયું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો