ભારતની ચૂંટણીને લઈને પાકિસ્તાનમાં ઉત્સાહ કેમ છે?
પ્રકાશિત
સામાન્ય રીતે પાકિસ્તાનમાં રહેતા લોકો ભારતની ચૂંટણી અને તેને લગતી બાબતો પ્રત્યે ભારે રસ ધરાવતા હોય છે.
પરંતુ તાજેતરની તણાવની ઘટનાઓ બાદ ત્યાંના લોકો ભારતના ચૂંટણી અભિયાનને બારીકાઈથી જોઈ રહ્યાં છે, અને પરિણામોની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
પાકિસ્તાનથી બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરીએ જાણવાના પ્રયત્નો કર્યા કે આખરે કેમ લોકોમાં ભારતની ચૂંટણીમાં આટલો રસ અને કઈ રીતે ભારતીય ચૂંટણી પાકિસ્તાનને અસર કરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો