સ્મશાનમાં મૃતદેહોની અંતિમવિધિ કરતાં ગુજરાતી દાદીની કહાણી

વીડિયો કૅપ્શન, સ્મશાનમાં મૃતદેહોની અંતિમવિધિ કરતાં ગુજરાતી દાદીની કહાણી
પ્રકાશિત

આ વલસાડમાં સ્મશાન છે અને આ છે ગૌરીબહેન. સ્મશાનમાં લોકો તેમને ગૌરીમાસી તરીકે ઓળખે છે.

ગૌરીમાસી આ સ્મશાનમાં છેલ્લાં 30 કરતાં વધારે વર્ષોથી લાશોની અંતિમવિધિ કરવાનુ કાર્ય કરે છે.

શરૂઆતમાં ગૌરીમાસીના પતિ અને સસરા આ કામ કરતા હતા. પરંતુ સમય જતા તેમનાથી આ કામ ના થઈ શક્યું, ત્યારે ગૌરીમાસીએ મૃતદેહોની અંતિમવિધિ કરવાની જવાબદારી પોતાના માથે લીધી.

ગૌરીમાસી પરિવાર સાથે જ સ્મશાનમાં રહે છે.

સવાર પડતાની સાથે જ તેઓ સ્મશાનની સાફ સફાઈથી માંડીને મૃતદેહોની અંતિમવિધિ કરવામાં લાગી જાય છે.

વીડિયો - ધર્મેશ અમીન

એડિટ - રવિ પરમાર

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો