Ahmedabad hospital fire : મૃતકોના પરિવારની વ્યથા અને તંત્ર સામેના તેમના અનેક પ્રશ્નો

વીડિયો કૅપ્શન, Ahmedabad hospital fire : મૃતકોના પરિવારની વ્યથા અને તંત્ર સામેના તેમના અનેક પ્રશ્નો
પ્રકાશિત

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં 8 કોરોના દરદીઓનાં મૃત્યુ થયાં છે.

હાલ હૉસ્પિટલ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને એફએસએસએલ તપાસ શરૂ કરવામાં આવી છે.

ત્યાં હાજર લોકો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે હૉસ્પિટલ તરફથી તેમને કોઈ જાણકારી આપવામાં આવતી નથી.

જોકે આ મામલામાં વિપક્ષ દ્વારા વિજય રૂપાણી સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પર સવાલો ઉઠાવાઈ રહ્યા છે.

આગની ઘટનાને પગલે લોકોએ હૉસ્પિટલ પર બેદરકારીનો પણ આરોપ મૂક્યો છે. હાલ પોલીસે શ્રેય હૉસ્પિટલના એક ડિરેક્ટર ભરત મહંતની અટકાયત કરી છે.

બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે વાત કરતા એડિશનલ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે ઘટનાની પુષ્ટિ કરી છે.

આ ઘટનામાં મૃકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરાઈ હોવાનું ડીડી ન્યૂઝ જણાવે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો