અમદાવાદ હૉસ્પિટલમાં લાગેલી આગમાં મૃતકોના પરિવારજનોની વેદના કોણ સાંભળશે?

વીડિયો કૅપ્શન, અમદાવાદ હૉસ્પિટલમાં લાગેલી આગમાં મૃતકોના પરિવારજનોની વેદના કોણ સાંભળશે?
પ્રકાશિત

અમદાવાદમાં આવેલી ખાનગી શ્રેય હૉસ્પિટલમાં આગની ઘટના બની છે.

જેમાં 8 લોકોનાં મોત થયાં છે. અહીં સારવાર માટે આવેલાં દર્દીઓ આગને કારણે મૃત્યુ પામ્યા છે.

હૉસ્પિટલની બહાર અનેક લોકો જમા થયેલા છે. દર્દીનાં સગાં મૂંઝવણ અનુભવી રહ્યાં હોવાનું એમના ચહેરા પરથી જણાઈ આવે છે.

હૉસ્ટિલની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ હાજર છે, આથી દર્દીનાં સગાં પોલીસતંત્ર સામે તેમનો રોષ ઠાલવી રહ્યા છે.

મૃતકોના પરિવારજનોએ બીબીસી સમક્ષ તેમની વ્યથા વ્યક્ત કરી હતી.

તેમનો આરોપ છે કે તેમની સાથે સારો વ્યવહાર થયો નથી. જુઓ વીડિયો.