મહેન્દ્રસિંહ ધોનીએ છેલ્લે શું કહીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધી?

વીડિયો કૅપ્શન, ધોનીએ છેલ્લે શું કહીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃતિ લઈ લીધી?
પ્રકાશિત

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

હવે ભારતીય ટીમ માટે ધોની રમતા જોવા નહીં મળે. જોકે, તેમના ફેન તેમને આઈપીએલમાં રમતા જોઈ શકશે.

તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા નિવૃતિની જાહેરાત કરી હતી. જેમાં તેમણે લખ્યું કે તમારા બધાના પ્રેમ અને સમર્થન માટે ખૂબ જ ધન્યવાદ.

શનિવાર સાંજના 7 વાગીની 29 મિનિટથી મને નિવૃત સમજવામાં આવે.

પોતાની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે મેં પલ દો પલ કા શાયર હું,, સોંગ મૂક્યું છે. ધોનીએ આ ગીત સાથે નિવૃતિ જાહેર કરી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો