ખેતરમાં એટલાં પાણી ભરાયાં કે ગુજરાતના ખેડૂતોએ તરણસ્પર્ધા યોજી
પ્રકાશિત
દ્વારકા જિલ્લાનું જામરાવલ ગામ છેલ્લા દોઢ મહિનાથી પાણીમાં છે.
300 ટકા વરસાદ પડ્યા હોવાને કારણે પાસે આવેલા ડૅમના દરવાજા ખોલવા પડ઼્યા હતા, જેથી ખેડૂતો માટે કપરી સ્થિતિ ઉત્પન્ન થઈ છે.
ત્યારે તંત્ર કોઈ પગલાં લે તે માટે વિરોધના ભાગરૂપે આ તરણસ્પર્ધા યોજવામાં આવી હતી. અહીં ખેડૂતોએ ખેતરમાં ભરેલાં પાણીમાં તરણસ્પર્ધા યોજી હતી.
રાવલ ગામ આ વર્ષે સતત આઠ વખત બેટમાં ફેરવાઈ ગયું હતું. ખેતરોમાં ચારથી છ ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં છે.
અહીં ઉપરવાસમાં આવેલા ડૅમના દરવાજા ખોલવાની સાથે સાની ડૅમમાં દરવાજા ન હોવાથી પાણી સીધું ગામમાં આવે છે.
ખેડૂતોની ફરિયાદ છે કે તેમનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.
વીડિયો: દિનેશ વિઠ્ઠલાણી

ઇમેજ સ્રોત, MohFW, GoI



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો