અમેરિકાની એ આગ, જેમાં આખું શહેર સ્વાહા થઈ ગયું
અમેરિકાના ઑરેગન રાજ્યમાં લાગેલી આગને લીધે લગભગ પાંચ લાખ લોકો બેઘર થયા છે. જ્યારે દસનો ભોગ લેવાયો છે.
હાલમાં અમેરિકાના પશ્ચિમના બાર રાજ્યોમાં 100 જેટલી જગ્યાએ આગ લાગી છે.
આગની વિકારાળતા એવી કે જે આવ્યું એ સ્વાહા થઈ ગયું અને સૂકી હવાએ એમાં ઘી હોમવાનું કાર્ય કર્યું.
સ્થિતિ એવી પેદા થઈ કે સાન ફ્રાન્સિસ્કોમાં જ્યારે સવારે લોકો જાગ્યાં તો પણ અંધારું હતું. ઘણા લોકોને એવું લાગ્યું કે હજી રાત્રી જ છે.
સાન ફ્રાન્સિસ્કો ક્રૉનિકલને શહેરમાં રહેતાં કેથરિન ગીસલિને કહ્યું, "એવું લાગ્યું કે જાણે દુનિયાનો અંત આવી ગયો છે."
"એ ઘણું ભયજનક હતું કે હજી અંધારું છે. આવા અંધારામાં લંચ લેવું એ પણ અજીબ હતું. છતાં પણ તમારે દિવસેનું કામ તો કરવું જ પડે."
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ સવારના 11 વાગ્યે પણ શહેરમાં અંધારું હતું. સૂર્યનાં કિરણો ધૂમાડાના જાડા થરમાંથી પૃથ્વી સુધી પહોંચી શકતાં ન હતાં.
તો આ બધા વચ્ચે આગને લીધે ઑરેગન શહેર આખું સ્વાહા થઈ ગયું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો