સ્માર્ટફોન, ગ્લાસ કે સ્ટીલની સપાટી પર કોરોના વાઇરસ ક્યાં સુધી જીવે?
સંશોધકોનું કહેવું છે કે કોવિડ-19 બીમારી માટે જવાબદાર કોરોના વાઇરસ બૅન્ક નોટ, ફોનની સ્ક્રીન અને સ્ટેનલેસ સ્ટીલ જેવી સપાટીઓ પર અનેક દિવસ સુધી જીવંત રહે છે.
ઑસ્ટ્રેલિયાની નેશનલ સાઇન્સ એજન્સીએ કહ્યું છે કે SARS-Cov-2 વાઇરસ અમુક સપાટીઓ પર જેટલું માનવામાં આવતું હતું, તેનાથી લાંબા સમય સુધી જીવંત રહે છે.
જોકે, આ સ્ટડી અંધારામાં અને સ્થિર તાપમાનમાં કરવામાં આવી હતી. જ્યારે હાલમાં જાણવા મળ્યું કે અલ્ટ્રાવાયલટ લાઇટના વપરાશથી કોરોના વાઇરસ નષ્ટ થઈ જાય છે.
અમુક જાણકારોને એ વાત પર શંકા છે કે સપાટી પર રહેલા વાઇરસથી મનુષ્યના સંક્રમિત થવાનો ખતરો કેટલો વાસ્તિવક છે.
આની પહેલાં લૅબોરેટરીમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે બૅન્ક નોટ અને કાંચ પર કોરોના વાઇરસ બે કે ત્રણ દિવસ સુધી જીવંત રહી શકે છે, ત્યારે પ્લાસ્ટિક અને સ્ટેનલૅસ સ્ટીલની સપાટી પર આ છ દિવસ સુધી જીવંત રહી શકે છે.
પરંતુ નવા સ્ટડીમાં જાણવા મળ્યું છે કે આ સમયગાળો લાંબો છે.
તો વીડિયોમાં જાણો કે સ્માર્ટફોન, ગ્લાસ કે સ્ટીલની સપાટી, કઈ સપાટી પર કોરોના વાઇરસ કેટલું લાંબુ જીવે છે?



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો