અફઘાનિસ્તાનમાં 31 ઑગસ્ટ બાદ પણ સેના રાખવા અમેરિકા પર વધી રહ્યું છે દબાણ?

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનમાં 31 ઑગસ્ટ બાદ પણ સેના રાખવા અમેરિકા પર વધી રહેલું દબાણ COVER STORY
પ્રકાશિત

અફઘાનિસ્તાનમાં સૈન્યહાજરી અંગે અનેક સહયોગી દેશોએ અમેરિકાને તારીખ લંબાવવા કહ્યું છે ત્યારે અમેરિકાએ કહ્યું કે તે નિયત સમયમાં અફઘાનિસ્તાનમાં અભિયાન સમેટી લેશે. અમેરિકાએ અફઘાનિસ્તાન છોડવાની અંતિમ તારીખ 31 ઑગસ્ટ નક્કી કરેલી છે.

અમેરિકાના રક્ષા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે તે હજુ સુધી અંતિમ તારીખના ફેરફાર અંગે વિચારી નથી રહ્યા.

અંતિમ તારીખમાં ફેરફેરની વાત એટલા માટે આવી કે બ્રિટન, ફ્રાન્સ અને જર્મની જી-7ના વર્ચ્યુઅલ સંમેલન દરમિયાન તેના માટે દબાણ કરશે.

તાલિબાને બીબીસીને કહ્યું કે અંતિમતિથિમાં ફેરફાર કરારનું ઉલ્લંઘન ગણાશે.શું છે આખો મામલો, જુઓ આ વિશેષ અહેવાલ

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો