Cyclone Asani: આગામી અમુક કલાકમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા, ભારત-ગુજરાત પર શી અસર થશે?
પ્રકાશિત
ભારતીય હવામાન વિભાગ અનુસાર ભારતના દક્ષિણ-પૂર્વ ક્ષેત્રે આવેલા સમુદ્ર વિસ્તારમાં આગામી 24-36 કલાકમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે.
નોંધનીય છે કે પાછલા ઘણા દિવસથી ભારતના દક્ષિણ-પૂર્વ છેડે અને આસપાસના સમુદ્રી વિસ્તારમાં ડિપ્રેશન સર્જાયેલું હતું.
જે હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડી અને દક્ષિણ અંદમાન સમુદ્રમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફ 12 કિલોમિટર પ્રતિ કલાકની ગતિએ આગળ વધ્યું હતું.
હવામાન વિભાગની નવી પ્રેસ રિલીઝ અનુસાર આ ડિપ્રેશન ભારતીય ક્ષેત્રના અંદમાન નિકોબાર ટાપુથી ઉત્તર તરફ 140 કિલોમિટર દૂર હોવાનું જણાવાયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો