ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં દબાણ સર્જાયું, ધોધમાર વરસાદની આગાહી

વીડિયો કૅપ્શન, ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં સર્ક્યુલેશન, અહીં પડશે ધોધમાર વરસાદ
પ્રકાશિત

ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે, તેની સામે હજી ઘણા એવા વિસ્તારો છે જ્યાં વાવણીલાયક વરસાદ થયો નથી.

બીજી તરફ અરબી સમુદ્રમાં ગુજરાત અને મહારાષ્ટ્ર નજીક એક સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, તો કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા પાંચ દિવસો સુધી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન