BBC TOP NEWS: સમાજવાદી પક્ષ કસાઈનો મિત્ર, નંદી બદલો લેશે : યોગી

યોગી આદિત્યનાથ
પ્રકાશિત

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પક્ષને કસાઈઓનો મિત્ર ગણાતા કહ્યું કે નંદી બદલો લેશે.

તેમજ યોગીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કૃષ્ણ સાથે સરખાવ્યા હતા. તેમણે કહ્યું કે, "જે રીતે ભગવાન કૃષ્ણએ ગરીબ સુદામાના પગ ધોયા હતા, તેમ કુંભ મેળામાં મોદીજીએ સફાઈ કામદારોના પગ ધોયા."

કૃષિનગર લોકસભા બેઠકની એક જાહેર સભામાં તેમણે કહ્યું કે, કતલખાનાઓ બંધ કરાવવા એ તેમના શરૂઆતના મહત્ત્વના નિર્ણયોમાંનો એક હતો.

તાજેતરમાં જ સપાની સહયોગી દળો સાથેની સભામાં કનૌજ ખાતે એક બળદ ઘૂસી ગયો હતો.

તે સંદર્ભે યોગીએ કહ્યું કે, "હવે તો નંદી પણ સપાની સભામાં જઈને પૂછે છે કે કસાઈઓના મિત્ર ક્યાં છે, હું એમને સરખા કરી નાંખું."

"મેં તેને કહ્યું હાલ આચારસંહિતા છે, એક વખત ચૂંટણી પૂરી થવા દે પછી તું તારું કામ કરી નાંખજે."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
line

પ્રિયંકાએ કહ્યું મોદી હવે જનતાના રડારમાં આવી ગયા છે

પ્રિયંકા ગાંધી

બાલાકોટમાં વાદળોના કારણે રડારથી યુદ્ધવિમાન મિરાજ બચી જવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર હવે પ્રિયંકા ગાંધી ટિપ્પણી કરી છે.

એનડીટીવી ઇન્ડિયાના એક અહેવાલ મુજબ મધ્ય પ્રદેશના ઇંદોરમાં એક ચૂંટણીસભામાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'જુમલા હી બોલતા રહા પાંચ સાલ કી સરકાર મેં, સોચા થા ક્લાઉડી હૈ મોસમ, નહીં આઉંગા રડાર મેં.'

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ મોદીની રાજનીતિની સચ્ચાઈ સામે આવી જતાં પડી જતાં હવે તેઓ જનતાની રડારમાં આવી ગયા છે.

વરસાદ હોય કે તડકો, લોકો હવે સમજી ગયા છે કે રાજનીતિની સચ્ચાઈ શું છે.

તેમણે રફાલ મુદ્દે પર ફરી એક વખત વડા પ્રધાન મોદી પર નિશાન તાક્યું હતું.

line

ઈરાની વિદેશમંત્રી ભારતની મુલાકાતે

સુષમા સ્વરાજ

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રેહલા તણાવ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી આજે ભારતની મુલાકાતે આવી રહ્યા છે.

અમેરિકા ઈરાનથી તેલ આયાત કરવાના પ્રતિબંધમાં ભારતને મળેલી છૂટને પણ ખતમ કરવા માગે છે.

ત્યારે ઈરાનના વિદેશિમંત્રી મોહમ્મદ જવાદ જરીફની ભારતની મુલાકાત મહત્ત્વની બની રહેશે.

આ દરમિયાન તેઓ ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાછે અમેરિકાના નિર્ણયની અસર અને તેનો સામનો કરવાના વિકલ્પો વિશે વાત કરશે.

ત્રણ અઠવાડિયા પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા ઈરાન પાસેથી તેલ ખરીદવા પર લગાવેલા પ્રતિબંધમાં કોઈ છૂટ આપશે નહીં.

આ પ્રતિબંધ બાદ ભારત ઈરાન પાસેથી તેલ ખરીદી શકશે નહીં અને જો ભારત પોતાની આયાત ચાલુ રાખે તો તેણે અમેરિકાના અન્ય પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.

line

જર્મનીમાં પાંચ લોકોની તીર મારીને હત્યા

જેમાં હત્યા થઈ છે એ હોટેલ
ઇમેજ કૅપ્શન, જેમાં હત્યા થઈ છે એ હોટેલ

જર્મન પોલીસના જણાવ્યા અનુસાર એક બૅવૅરીયન હોટેલમાં ત્રણ લોકોની તીર મારીને હત્યા કરવામાં આવી હતી.

ત્યાર બાદ 400 માઇલ દૂર વિટિગનના એક ફ્લેટમાંથી વધુ બે મૃતદેહો પણ મળી આવ્યા છે.

વિટીગનના આ ફ્લેટના માલિક એક 30 વર્ષનાં મહિલા છે, જેમની હોટેલમાં હત્યા થઈ હતી.

આ બંને મૃતદેહોમાં પુરુષની ઉંમર 53 વર્ષ અને મહિલાની ઉંમર 33 વર્ષ હતી. જેમના શરીરમાં ઘણાં તીર વાગેલાં હતાં.

પુરુષનાં માથામાં બે તીર હતાં. બે તીર જમીન પર પણ પડેલાં હતાં અને એક તીર તેમની બૅગમાંથી મળ્યું હતું.

line

સુદાનના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ પર હત્યાનો આરોપ

ઓમાર અલ બશીર
ઇમેજ કૅપ્શન, ઓમાર અલ બશીર

પબ્લિક પ્રોસીક્યુટરે પદભ્રષ્ટ કરેલા સુદાનના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ઓમાર અલ બશીર પર વિરોધકારીઓની હત્યામાં સંડોવણીનો આરોપ મુક્યો છે.

આ વિરોધ પ્રદર્શન કરતાં લોકોમાં એક ડૉક્ટરનું મોત થયું હતું, તેની તપાસના પગલે ગયા મહિને ઓમાન અલ બશીરને સત્તા છોડવી પડી હતી.

હવે તેમના પર વધુ લોકોની હત્યામાં સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

તેમના પર મની લૉન્ડ્રિંગ અને આતંકવાદીઓને આર્થિક સહાય જેવા પણ આરોપો છે.

પદભ્રષ્ટ કરીને તરત જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો